સોમાભાઇ જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ  
મુખપૃષ્ઠ સાઇટ મેપ સંપર્ક
જન સેવા એજ પ્રભુ સેવા
હોસ્પીટલ વિષે
વિભાગો
સુવિધાઓ
સેવાઓ
આંકડાકીય માહિતી
સિધ્ધિઓ
સ્ટાફ/ટીમ
ફોટો ગેલેરી
 
મુખપૃષ્ઠ હોસ્પીટલ વિષે
હોસ્પીટલ વિષે
ગ્રામ વિકાસ મંડળ, પલિયડ નોંધાયેલ સખાવતી ટ્રસ્ટ છે તેની સ્થાપના ૧૯૭૯ માં થઇ હતી. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ, પલિયડ ગામમાં અને તેની આસપાસના લગભગ ૧,૦૦,૦૦૦ ની વસ્તીવાળા ગામોમાં આરોગ્યની સગવડ પુરી પાડવાનો છે. આ ટ્રસ્ટ આરોગ્ય પ્રવૃત્તિઓ માટે કામ કરવા ઉપરાંત ભારે વરસાદ, અનાવૃષ્ટિ, ધરતીકંપ વગેરે જેવી કુદરતી આફતો દરમ્યાન લોકોને મદદ કરે છે. વળી, આ ટ્રસ્ટ આદિવાસી વિસ્તારમાં પણ કામ કરે છે. આ સખાવતી ટ્રસ્ટ પલિયડ, તાલુકા કલોલ, જિલ્લા-ગાંધીનગર(ગુજરાત-ભારત) માં ૧૯૮૨ માં શ્રી સોમાભાઇ.જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ સ્થાપી છે. આ ગ્રામીણ વિસ્તાર છે. તેના મોટા ભાગના લોકો સામાજિક રીતે અને આર્થિક રીતે નીચલા મધ્યમ વર્ગના અથવા ગરીબ વર્ગના છે. તેથી લોકોને ખાનગી હોસ્પિટલના ચાર્જ પરવડતા નથી. આનાથી એમને ખાનગી હોસ્પિટલની સરખામણીમાં ખુબ જ ઓછા ખર્ચે આરોગ્ય અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અને ગરીબ લોકોને વિના મુલ્યે સેવા અપાય છે.
ગ્રામ વિકાસ મંડળ, પલિયડ શ્રી સોમાભાઇ જે. પટેલ સાર્વજનિક હોસ્પિટલ
ગ્રામ વિકાસ મંડળ, પલિયડ અને શ્રી સોમાભાઇ જે. પટેલ સાર્વજનિક હોસ્‍પિટલ ખૂબ જ વ્‍યવસ્‍થિત ચાલે છે. જાહેર જનતા તેમજ મુલાકાતીઓ અને સરકારી અધિકારીઓના સારા રીપોર્ટ મળે છે તેથી ખૂબ જ આનંદ થાય છે. પૈસાના અભાવે કોઇ દર્દીની સારવાર ન થાય તેવું બનતું નથી. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકો ખાસ કરીને શ્રી કનુભાઇ વી. પટેલ તેમનો સમય ફાળવી હોસ્‍પિટલના દરરોજના પ્રશ્નો તેમજ દર્દીઓની સુવિધાનું તેમજ ગરીબ દર્દીઓને રાહત આપવાનું ખાસ કામ કરે છે. હોસ્‍પિટલના મકાનમાં વધારો તથા જુના મકાનનું રીનોવેશનનું કામ મંત્રીએ જાતે દેખરેખથી જલ્‍દી પુરૂ કર્યું છે. હોસ્‍પિટલના કામકાજના આંકડા નીચે આપેલા છે. તે ઉપરથી ખ્‍યાલ આવશે કે દર્દીઓ સારી એવી સંખ્‍યામાં લાભ લે છે.
એચ.આઇ.વી. / એઇડ્સ કાઉન્‍સીલીંગ :
આ હોસ્પિળટલમાં એચ. આઇ.વી. / એઇડ્સનું કાઉન્સી.લીંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તદન ગુપ્ત્ રાખવામાં આવે છે અને જે વ્યનક્તિઓ પોતે સંમતિ આપે તેનું જ કાઉન્સીસલીંગ કરી યોગ્યં ચકાસણી તથા લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવે છે. આ વર્ષે ૧૦૧૦ HIV ભાઇ-બહેનોએ કાઉન્સીાલીંગનો લાભ લીધો. તે વ્યરક્તિઓનાં લેબોરેટરી પરિક્ષણ કર્યા તેમાંથી ૨ એચ.આઇ.વી. વાળા દર્દીઓને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિકટલમાં મોકલી અપાયા. ટૂંકમાં એચ.આઇ.વી. વાળી વ્ય ક્તિને વખતસર યોગ્યધ સારવાર મળી રહે તો ભવિષ્ય‍માં ભયંકર રોગમાંથી બચવાનો ચાન્સટ રહે છે.
ટી.બી. કાર્યક્રમ :
ટી.બી.ના રોગોની જાગૃતિ માટે તેને અટકાવવા શું કરી શકાય તે જીલ્‍લા આરોગ્‍ય ખાતા તેમજ જીલ્‍લા ક્ષય નિવારણ ખાતા તરફથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. તેમાં શાળાના બાળકો હાથમાં બેનર લઇ સરઘસ કાઢી છેલ્‍લે હોસ્‍પિટલમાં પ્રસંગોને અનુરૂપ પ્રવચન થયાં. તેમાં ગામ લોકોને તેમજ બાળકોને ખૂબ માહિતી આપવામાં આવી.
સ્‍ત્રી નસબંધી ઓપરેશન કેમ્‍પ :
બ્લોમડ હેલ્થે ઓફીસ કલોલના સહયોગમાં આ કેમ્પે કરવામાં આવેલ તેમાં આ વષઁ ૧૬૮ ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.
રકતદાન શિબિર :
શ્રીમતિ અંબાબેન ડાહ્યાભાઇ લલ્લુબદાસ પટેલના આર્થિક સહયોગથી ત્રણ રક્તદાન શિબિર યોજી ૧૧૪ બોટલ રક્તદાન માણસાની રેડ ક્રોસ સંચાલિત બ્લપડબેંકમાં આપી. આપણે જ્યારે બ્લ ડની જરૂર પડે છે ત્યા રે આ બ્લેડ બેંક તાત્કાપલિક પુરૂં પાડે છે.
પશુ સારવાર કેમ્‍પ :
સંવેદના ટ્રસ્ટુ, અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાન પંચાયતના સહયોગથી અને શ્રીમતિ અંબાબેન ડાહ્યાભાઇ લલ્લુઓદાસ પટેલના (હસ્તેા કૌશિકભાઇ) આર્થિક સહયોગથી દર વર્ષની માફક પશુ સારવાર કેમ્પય યોજી ૩૧૫ પશુઓને સારવાર અપાઇ તેમજ ૧૬ પશુઓનાં સ્થરળ ઉપર જ ઓપરેશન કરવામાં આવ્યાંસ.આ કેમ્પામાં કુલ ૭ ગામના પશુઓને લાભ મળ્યો.
ચશ્‍મા શિબિર અને નેત્રયજ્ઞ :
શ્રીમતિ અંબાબેન ડાહ્યાભાઇ લલ્લુપદાસ પટેલના આર્થિક સહયોગથી સારી ફ્રેઇમવાળા નંબરના ચશ્માય ફક્ત રૂ. ૨૫/- માં ૪૩૦ વ્ય ક્તિઓને આપવામાં આવ્યા . તેમજ શિબિરમાં આવેલા અને આંખના ઓપરેશન લાયક કેસનાં ઓપરેશન વિના મૂલ્યે હોસ્પિ્ટલમાં કરવામાં આવ્યાં
હરસ-મસા તથા સર્જીકલ કેમ્‍પ :
વિકાસ ટ્રસ્ટ્, અમદાવાદ, સંવેદના ટ્રસ્ટા, અમદાવાદ અને શ્રીમતિ અંબાબેન ડાહ્યાભાઇ લલ્લુઇદાસ પટેલના સહયોગમાં હરસ, મસા, ભગંદર, સારણગાંઠ, રસોળી, એપેન્ડીદક્ષ, ચીરાયેલ હોઠ, ચીરાયેલી બૂટ, થાઇરોડની ગાંઠ, સ્ત્રીઓના ખસતા ગર્ભાશય તથા નાના મોટા સર્જીકલ દર્દોનો પાંચ કેમ્પત તદન ફ્રી યોજેલ અને તેમાં મસાના- ૯૪,ફિસર- ૭૧, સારણગાંઠ- ૧૫. ભગંદર- ૩,અન્ય માઇનોર- ૧૫ ઓપરેશન કરવામાં આવ્યા. તથા ૧૬૫ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી.
હોસ્‍પિટલની જરૂરિયાત પ્રમાણે દાન મેળવવા પ્રયત્‍નો થાય છે. અત્‍યારે સંસ્‍થા પાસે બે એમ્‍બ્‍યુલન્‍સ છે. તેમાં એક ખૂબ જ રીપેરીંગ માગે છે તેથી નવી એમ્‍બ્‍યુલન્‍સ લાવવા માટે શ્રી હસમુખભાઇ ગોવિંદભાઇ પટેલે પાંચ લાખ રૂપિયાનું દાન આપેલ છે. તેથી ટૂંક સમયમાં નવી એમ્‍બ્‍યુલન્‍સ લાવવાના છીએ. આંખના નંબર ચેક કરવાનાં તથા નેત્રમણિનો નંબર ચેક કરવાનાં સાધનો લાવવાનો વિચાર કરેલ છે. તેના માટે દાતાનું કમીટમેન્‍ટ છે. તે રકમ આવે સાધનો ખરીદવામાં આવશે.
સંસ્થાસની રજત જયંતિ પ્રસંગે વિચારેલું કે સંસ્થાનની ફીક્સ ડીપોઝીટ રૂ. ૧ કરોડ કરવી. તેમાં સારો એવો સહયોગ મળ્યો છે. અત્યારે ૯૦ લાખ જેવી ડીપોઝીટ છે. ૧ કરોડ ડીપોઝીટ કરવાનું ધ્યે ય નક્કી કરેલ છે. તેથી રૂ. ૧૦ લાખ ડીપોઝીટ માટે અને રૂ. ૧૫ લાખ સાધનો ખરીદવા એમ કુલ રૂ. ૨૫ લાખની જરૂરિયાત છે. નોંધાયેલ દાન માર્ચ ૨૦૦૯ સુધીમાં જમા કરાવવા દાતાઓ સાથે સંપર્ક કરેલો અને તેમણે સ્વીકકારેલ પરંતુ સંજોગવસાત્ હજુ બાકી છે તેમને વિનંતી કે સત્વારે દાન મોકલી આપે.
 
   અવનવા સમાચાર
* ગુજરાત સરકારે વર્લ્ડ હેલ્થય ઓર્ગેનાઇઝેશન (WHO)ની ૧૩ પ્રતિનિધિઓની ટીમને તથા કર્ણાટક રાજયના આરોગ્ય મંત્રીશ્રી રામચંદ્ર ગોવડાની ટીમને આપણી હોસ્પિસટલની ખાસ મુલાકાતે અનુક્રમે તારીખ ૧પ-૧૦-ર૦૦૮ અને ૭-૧૧-ર૦૦૮ ના રોજ મોકલી હતી. બંને ટીમોએ હોસ્પિકટલની કાર્યવાહી તથા વ્ય-વસ્થાટ જોઇ અને લોક ભાગીદારીથી હોસ્પિ-ટલ કેવી રીતે ચાલે છે તે અંગે મંત્રીશ્રી શંકરભાઇ પટેલ સાથે લંબાણ પૂર્વક ચર્ચા કરી બંને ટીમ ખૂબ ખુશ થયેલી અને તેમણે ગુજરાત રાજયના માન.મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી તેમજ માનનીય આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાખસને આ અંગે ખૂબ જ સારો રીપોર્ટ આપેલો છે.
વધારે...
 હોસ્‍પિટલ ફોટો

ગ્રામ વિકાસ મંડળ, પલિયડ
શ્રી સોમાભાઇ જે. પટેલ સાર્વજનિક હોસ્‍પિટલ

ગ્રામ વિકાસ મંડળ, પલિયડ
શ્રી સોમાભાઇ જે. પટેલ સાર્વજનિક હોસ્‍પિટલ
           
 
Visitors :